Posted by: ઝાકળના સ્પંદન | August 26, 2011

નિર્ણય

 અનુષ્કા, આયોગ, અવનિલ અને ફીરોજ આ ચારે ની દોસ્તીની મિશાલ કોલેજના હર કોઈ વિધ્યાર્થી આંખ મીચીંને આપતા. ચારે જણા ની ભાઈબંધી એટલી પાકી હતી કે એકમેકના મનમા શું ચાલે છે તે વગર કહ્યે પણ તેઓ સમજી શકતા. કોલેજનો ઉચ્ચ અભ્યાસ પુરો કર્યા બાદ તેઓને વિવિધ ઓફીસમા નોકરીઓ મળી ગઈ. અનુષ્કા એક સરકારી કંપનીમા એચ. આર ની જોબ નિભાવતી હતી અને અવનિલ તે જ ઓફીસમાં સેલ્સ અધિકારી હતો. આયોગ એક પ્રાઈવેટ કંપનીમા ટેક્ષ કંસલ્ટંનટં તરીકે કામ કરતો હતો. જ્યારે ફીરોજે તેના સ્વભાવને અનુરૂપ પોતાની ઈવેંટ મેનેજમેંટની કંપની શરુ કરી હતી.

ચારે જણા એક જ  રોડ પર નજીક નજીકના બિલ્ડીંગોમા વર્ષોથી રહેતા હતાં. ચારે જણા સવારના મોર્નીગવોક પર અચૂક મળતા. વોક કરતા કરતા તેઓ પોતાની રોજીંદી વાતોની આપ લે કરી લેતા.

એકજ કંપનીમા નોકરી કરતા અનુષ્કા અને અવનીલ સાથે કામ કરતા કરતા ખુબ નજીક આવી ગયા હતા. ઓફિસ સિવાય ના સમય દરમ્યાન પણ તેઓ હવે સાંજે મળતા ક્યારેક ફિલ્મ જોવા જતા તો ક્યારેક મરીનડ્રાઈવની પાળે બેસીને ચણા ખાતા ખાતા એક મેક મા ખોવાઈ જતા.

તેમને હવે સમજાઈ ગયુ હતું કે તેઓ હવે મિત્રતા થી આગળ વધીને એક્મેકના પ્રેમમાં પડી ચૂક્યા છે. અને પ્રેમના આ મદહોશ નશામાં રત તેઓ એ એક વાર બધીજ મર્યાદા ઓળંગી દીધી. આજે અનુષ્કા તેના ઘરે અવનીલ સાથેના પ્રેમસબન્ધ વિશે વાત કરીને લગ્નની મંજૂરી માંગવાની હતી . અવનીલે પણ પોતાના ઘરે આજે વાત કરવાનું નક્કી કર્યું હતું.  સાંજ પડતાજ બન્ને અવનીલ ના બાઈક પર સવાર થઈ ને મરીનડ્રાઈવ તરફ હંકારી ગયા. ત્યાં બેસીને પોતાના રંગીન સંસારના સ્વપ્નો બન્ને એ જોયા . સામે જળસમાધિ લેતા લાલ ચટક સૂર્યના ગોળાને તેની અપૂર્વ આભા પ્રસરાવતો જોતા જોતા તેઓ ઉભા થયા અને ઘરે જઈને વડિલોની સંમતીની મહોર લાગે એટલે પછી પરણી જઈએ તેવા અરમાન સાથે બન્ને બાઈક પર સવાર થયા. પણ વિધીને કંઈક જુદુજ મંજુર હતું. ખિલખિલાટ હસતા , વાતોમા મશગુલ અવનીલના ધ્યાનમાં સહેજ શરતચૂક થઈ ને તેનું બાઈક ધડાકાભેર ફ્લાઈઓવરની દિવાલ સાથે અથડાયું અને અવનીલ બાઈક ઉપરથી ઉછળીને રોડ પર પડ્યો તે જ સમયે પાછળથી આવતી ટ્રકનું પૈડું તેના ઉપર ફરી વળ્યું. અને તે લોહી લુહાણ હાલતમા રસ્તા પર ચત્તોપાટ પડ્યોં. તેનું પ્રાણપંખેરું ત્યાજ ઉડી ગયું. અનુષ્કાને પણ ઈજાઓ થઈ પણ તે રસ્તાના એક ખૂંણામા ફંગોળાઈ ગઈ હતી અને બેહોશ થઈ ગઈ હતી. બધું એટલું અચાનક  બન્યું કે જેનો કદી સ્વપનમા પણ વિચાર ના થઈ શકે

લગભગ ત્રણ મહીના બાદ અનુષ્કા આજે જોબ પર જવાની હતી. તેના માથામા આવેલ  ટાંકાઓ ને હવે રૂઝ આવી રહી હતી. પણ તેના હૈયા પર તો બળબળતા ઝખમો હજી એવા ને એવા જ દુઝી રહ્યા હતા.

અવનીલના મ્રુત્યુના આઘાતે તેને સાવ સૂનમૂન બનાવી દીધી હતી. ઘરના લોકોને તે તેમના બન્નેના સંબંધો વિશે કશું કહી ના શકી. અને હવે કહીને પણ શું? તેણે વિચાર્યું. મારી કિસ્મતમાં ન જાણે શું લખાયું છે ?

કદાચ વિધીનો આ ઈશારો તો નથી ને કે અનુષ્કા તારા ભાગ્યમા સુખ નામ નું પંખી કદી ચહેકવાનું નથી.

તે આવા વિચારો કરી કરીને થાકી ગઈ હતી.

આયોગ અને ફિરોજ તેને મળવા આવતા પણ તેણે કદી તેમને પણ તેના અને અવનીલના સંબંધની વાતો ના કરી. તે મન માં ને મન માં મૂંજાયા કરતી. તેમા પણ જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તે પ્રેગ્ન્ંટ છે ત્યારે તે ઘણીજ મુંઝવણમા આવી ગઈ

. હવે શું કરુ?  કેવી રીતે કહુ ? કે અબોર્શન કરાવી લઊ? અનેક વિચારો થી તેનું મન ભરાઈ ગયું .  આજે તે જોબ પર જવા તૈયાર થઈ અને રિક્શા કરવા માટે રસ્તા પર આવી કે સામેથી આયોગ આવતો દેખાયો અને બન્ને સાથે જ સ્ટેશન સુધી ગયા.

ઓફીસના કામો મા રત થવાથી તેના મન ને સારું લાગ્યું થોડી વાર માટે તે તેના વિચારોની દુનીયામાંથી બહાર આવી શકી.

બીજા દીવસે સવારે તે આયોગના આગ્રહથી મોર્નીગવોક માટે તેઓના રોજના ગાર્ડનમા ગઈ. સવારની તાજી હવામા ચાલવાથી તેને સારું લાગ્યું અને આયોગ અને ફિરોજના તેને મુડમા લાવવા ના પ્રયત્નો રુપ કીધેલા જોકસના ના કારણે તેના જીવને હળવાશ અનુભવાઈ. તે ધીરે ધીરે તેનું દુંખ ભુલવા લાગી પણ પેટમા પાંગરી રહેલા જીવનું શુ? ક્યા સુધી આ વાત છુપાવી શકાશે?

 આખરે તેણે પોતાના અંતરંગ મિત્રોને આ વાત જણાવી દીધી અને  તે અવનીલની નીશાનીને રાખવા માગે છે તે પણ કહ્યું.બન્ને મિત્રો થોડી વાર તો અવાચક થઈ ગયા . થોડો સમય એમજ મૌનમાં પસાર થઈ ગયો. ફિરોજ કંઈ બોલવા જતો હતો તેજ સમયે આયોગે તેના મોઢેં હાથ દઈ દેતા કહ્યું કે

 “આનો તો એક જ ઉપાય છે અનુષ્કા કે તારે તુરંત લગ્ન કરી લેવા જોઇએ. અને હું એ માટે તૈયાર છું પછી તારે ચિંતાનું કોઇ કારણ નથી કેમ બરાબર ને ફિરોજ” ? તેણે ફિરોજની સામે જોતા લગભગ જાણે પરમિશન જ માંગી.

 અને ફિરોજ તેના ઈશારાને સમજતા બોલી ઉઠયો કે “જસ્ટ ફેંટાસ્ટીક યાર .. . અનુષ્કા યાર, તુ આયોગને ક્યા નથી જાણતી અને તેનાથી યોગ્ય પતિ તને દીવો લઈને શોધવા જૈઇશ તો પણ નહી મલે યાર. જલદીથી હા પાડી દે યાર પછી જોજેને આ બંદા બે બે યારની શાદીમા કેવો દિવાનો થઈને નાચે છે. “

 અને તે પીઠ ફેરવી ગયો.

 આયોગે ઉભા થઈને ઘુંટણ ભેર બેસતા એક હાથ લંબાવ્યો અનુષ્કા તરફ અને અનુષ્કા એ મિઠું મરકતા તે હાથ થામી લીધો.

    ********************************************************************

આજે આયોગ અને અનુષ્કાના લગ્નને બે વર્ષ પુરા થઈ રહ્યા હતા . લગ્નદિનની ઉજવણી નિમિત્તે સાંજે આયોગ, અનુષ્કા અને તેમના વહાલા અમનને બહાર ડીનર પર લઈ જવાનો હતો. ઘરે જલ્દીથી પહોંચીને પોતે લીધેલી ડાયમંડની રીંગ અનુષ્કાની આંગળીઓમા ક્યારે પહેરાવું અને તેના મુખ પરનું વિસ્મયજનક સ્મિત ક્યારે જોવું તેના વિચારો મા રત આયોગની કાર સામેથી આવતા ટેમ્પો સાથે અચાનક અથડાઈ ગઈ  ભયાનક અકસ્માત થયો તેની કારનો કચ્ચ્રઘાણ નીકળી ગયો લોકો એ તેને જેમતેમ બહાર નિકાળીને નજીકની હોસ્પીટલ ભેગો કર્યો.

આ બાજુ આયોગની રાહ જોઈ રહેલી અનુષ્કા કેટલાય મોબાઈલ કોલ કરી ચુકી હતી પણ કોઈજ રિસ્પોંસ મળતો ન હતો. તેનો જીવ ચિંતામા ગભરાવા લાગ્યો.

ત્યાં અચાનક ઘરની રીંગ વાગી અને હોસ્પિટલમાથી સમાચાર મળ્યા તેને આયોગ ના એક્સિડંટના.

તે જ્યારે ત્યાં પહોંચી ત્યારે કશું બચ્યું ન હતું . જરુરી કાગળો પર સહીઓ કરીને  તેણે બધાને સમાચાર આપ્યા અને તે સાવ જ ઠગલો થઈને ત્યાંના સોફામા બેસી પડી.

                        ********************************************

સમયના પૈડા ચાલતા રહ્યા. તે નિયમીત જોબ પર જતી, અમનને પ્રી- સ્કુલેથી લાવતી તેને હોમવર્ક કરાવતી અને બીજા દિવસની તૈયારી કરીને તે અમન્ ને વાર્તાઓ કહીને સુવડાવતી. પણ તેની આખોંમાંથી તો ઉંઘ ઉડીજ ગઈ હતી જાણે. તેના મન મા રાતના કાળા ડિંબાંગ અંધારામા ચલચિત્રની જેમ તેના જીવન ના દિવસો પસાર થતા રહેતા. અને હવે આગળ આ નાનકા અમન નું ભાવિ અને પોતાની બાકીની જીંદગીનું  ભવિષ્ય વિચારી ના શકતી. તે અન્દરથી સાવજ ટુટી ચુકી હતી .

બે વર્ષ પસાર થઈ ગયા . અમન ચાર વર્ષનો  થઈ ગયો હતો . અનુષ્કા એકદમજ કોશેટાની ઈયળ હોય તેમ તેના રુટીન માથી બહાર નિકળી ના શક્તી તેનો જાણે જીવન પ્રત્યેનો રસ જ સુકાઈ ગયો હતો.

 હા ફિરોજ આવતો કોઈ કોઈ વાર તેણે હજી લગ્ન નહોતા કર્યાં . જ્યારે પણ તેના લગ્નની વાત આવે ત્યારે યોગ્ય પાત્ર મળે ત્યારે ચોક્કસ કરી લઈશ કહીને વાત ને હસવા ઉડાડી દેતો.

           આજે રવિવાર હતો અને અમન કાલનો તેના નાનીના ઘરે રહેવા ગયો હતો. તે અનુષ્કાના ઘરે આવ્યો હતો તેને તેના એક ઈવેંટ ના પ્રોગ્રામમા લઈ જવા. તે મનોમન અનુષ્કાને ચાહ્તો હતો અને આજે તે પોતાના મન ની વાત તેને જણાવવા નો હતો.

આ બાજુ અનુષ્કા તૈયાર થઈને બેઠી હતી અને ફિરોજની જ રાહ જોઈ રહી હતી.

તે જાણતી હતી તેની લાગણીને. આખી રાત તેણે ખુબ વિચારો કર્યા હતા અને રડી રડીને તેની આંખો સુજી ગયી હતી. તેણે નકકી કરી લીધું હતું કે તે ફિરોજને તેના પ્રિય મિત્રને વિધાતાએ તેની સાથે માંડેલી આ ક્રુર રમતમા બલિ નહી ચડવા દે. તે જાણી ચુકી હતી તેની જીદગીમા વિધાતા એ આગળ પણ શું લખ્યું હશે ?

તે આ વખતે વિધાતા ને માત આપવા માગતી હતી. આ વખતે તો નહી જ ફાવવા દઊ તને .

       ********************************************************************

રાતના બાર વાગે પ્રોગ્રામમાથી પાછા ફરતા અનુષ્કાને તેના ઘરે છોડવા ગયેલા ફિરોજે ઘરે જતા પહેલા અનુષ્કાનો હાથ હાથમા પકડીને તેની આંખોમા સીધું જોતા પુછીજ નાખ્યું કે શું તે તેની સાથે લગ્ન કરશે .? અનુષ્કા એ તેની આંખો ઝુકાવી દીધી અને ધીરેથી પોતાનો હાથ છોડાવતી સોફાના એક ખુણે બેસી ગઈ. ફિરોજે પ્રશ્નનાર્થ નજરે તેની સામું જોયુ. અનુષ્કાએ શાંતીથી કહ્યું કે,

” ના ફિરોજ . હુ હવે લગ્ન કરવા નથી માંગતી. હું જાણું છું કે તુ શરુઆતથી મને ચાહે છે પણ હવે મારી જીંદગી મા આમજ એકલા જીવવા નું લખાયું છે. તું કોઇ યોગ્ય પાત્ર શોધીને તારો સંસાર વસાવી લે હું તને હસતો રમતો જોવા ચાહું છું.

ફિરોજની ભ્રક્રૂટી ખેચાઈ અને તેણે પુછ્યું કે શું હુ બીજી જ્ઞાતીનો છું એટલે તો તું ના નથી પાડતીને?

શરુઆતથી એટલે જ મુક રહ્યા કર્યો પણ હવે  શું વાન્ધો? તને આમ એકલી જીવતા હુ નથી જોઇ શકતો પ્લીઝ ના ન કહે. હજી કેટલી રાહ જોવુ તારી?. તેનો ચહેરો એકદમ માયુસ  બની ગયો .આખોંમાં થી આસું જ આવવા ના બાકી રહ્યા. અનુષ્કાનું દિલ દ્રવી ઉઠયું તેના મનમા થયુ કે ઉભી થઈને તેના ચહેરાને પોતાની છાતીમા છુપાવી દે પણ અચાનક તેના મને તેને રોકી. હા આ કડવો ઘુંટ તેણે ફિરોજ ને પાવો જ રહ્યો.

તેણે ઉભા થઈ જતા ચહેરો ફેરવી લેતા કહ્યું કે તારી વાત સાચી છે ફિરોજ . તારી જાતીને કારણે જ હુ ના પાડું છું. અને આ મારો આખરી નિર્ણય છે. અને અફર છે. તે  અન્દરના રૂમ મા ચાલી ગઈ તે પોતાના આંસું ફિરોજની નજરે પડે તેમ નહોતી ઈચ્છ્તી.

                                                                                                       ————————- કલ્યાણી વ્યાસ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: